વિવાહને એક પવિત્ર બંધન માનવામાં આવે છે, હિંદુ સમાજમાં વિવાહને આવશ્યક સંસ્કાર માનવામાં આવે છે. વિવાહ વંશવૃદ્ધીનું એક ઉદાહરણ માનવામાં આવે છે, પરિવારનો જન્મ પણ વિવાહના બંધનથી જ થયો છે. વિવાહ વગર વંશવૃદ્ધી ની કલ્પના ક્યારેય પણ કરી શકાતી નથી.
ઘર, સંસાર અને દુનિયાનું અસ્તિત્વ વિવાહના સંબંધથી છે, પરંતુ વિવાહ સંસ્કાર વગેરે કાળથી પ્રચલનમાં ન હતું. પરંતુ એક ઋષિના પ્રયાસોથી વંશવૃદ્ધીની આ પરંપરાને વિવાહના સંસ્કારોમાં બાંધવામાં આવ્યા.
શાસ્ત્રોની અનુસાર ઋષિ શ્વેતકેતુ એ વિવાહ સંસ્કારોની શરૂઆત કરી હતી. કૌશીતકી ઉપનિષદની અનુસાર શ્વેતકેતુ આરુણી ના પુત્ર અને ગૌતમ ઋષિના વંશજ માનવામાં આવે છે. પાંચાલ દેશના રહેવા વાળા શ્વેતકેતુ ની ઉપસ્થિતિ રાજા જનકની સભામાં પણ હતી. એના વિવાહ દેવલ ઋષિની પુત્રી સૂવર્ચલાની સાથે માનવામાં આવતા હતા.
પ્રાચીનકાલમાં વિવાહ સંસ્કારનું અસ્તિત્વ ન હતું એ સમયે સ્ત્રીઓ સ્વતંત્ર રૂપથી જીવન જીવતી હતી. એક વારની વાત છે શ્વેતકેતુ એમના માતા પિતા સાથે બેઠો હતો ત્યારે એક પરીવાજ્રક આવ્યો અને શ્વેતકેતુની માં નો હાથ પકડીને એને એની સાથે લઇ લાગ્યો. આ જોઇને શ્વેતકેતુએ એનો વિરોધ કર્યો ત્યારે એના પિતાએ કહ્યું કે સ્ત્રીઓ સ્વતંત્ર છે તે કોઈ પણની સાથે સમાગમ કરી શકે છે.
શ્વેતકેતુને આ વાત ખરાબ લાગી એમણે વ્યભિચાર પર અટકાયત કરવા માટે એક સભ્ય સમાજ બનાવવા માટે વિવાહ પરંપરાને જન્મ આપ્યો. જે સ્ત્રી અને પુરુષ કોઈ બીજાની સાથે ફરે છે એને પાપની શ્રેણીમાં રાખવામાં આવશે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!