WHO એ રેમડેસિવિર પર લગાવ્યો પ્રતિબંધ, ગંભીર દર્દીઓ ને હવે કયું ઇન્જેક્શન અપાશે જાણો..!

0
183

દેશ અને દુનિયામાં કોરોનાની બીજી લહેરના પ્રકોપની વચ્ચે રેમડેસિવિરને લઈને મોટી ખબર સામે આવી છે. દેશમાં ઘણા સમયથી રેમડેસિવિરને કોરોના માટે રામબાણ સમજતા લોકો માટે મોટા આધાતજનક સમાચાર આવ્યા છે. ભારતમાં કોરોના દર્દીની સારવાર માટે આ રેમડેસિવિરનો ખૂબ મોટા પાયે ઉપયોગ થયો. ત્યારે હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને તેને કોરોના દર્દીની સારવાર સાથે જોડાયેલા પ્રોટોકોલની યાદીમાંથી હટાવી દીધુ છે.

પ્રી ક્વોલિફિકેશન યાદીમાંથી હટાવ્યું :  એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે WHOએ આ ઈંજેક્શનને કોરોના દર્દીની સારવાર માટેની યાદીમાંથી હટાવી દીધુ છે. એટલે કે, વિશ્વ સંસ્થાએ રેમડેસિવિરને પોતાની પ્રી ક્વાલિફિકેશન યાદીમાંથી હટાવી દીધુ છે. આ નિર્ણય લેતા પહેલા WHOએ કોવિડ દર્દીઓના સારવાર દરમિયાન ઉપયોગ કરવાને લઈને પણ ચેતવણી આપી છે.

અહીં ઉલ્લેખનીય છે કે, WHO એ દાવાથી વિપરીત દુનિયાના કેટલાય દેશો સહિત ભારતમાં પણ દર્દીઓની સારવારમાં રેમડેસિવિર ઈંજેક્શનનો ખૂબ ઉપયોગ થયો. ભારતમાં તો ગંગારામ હોસ્પિટલના મુખ્ય ડોક્ટર રાણાએ તેના ઉપયોગ સામે સવાલો ઉભા કર્યા હતા. ત્યારે હવે ભારતમાં પણ કોરોનાની સારવારમાં આ ઈંજેક્શનને બાકાત કરવાની માગ ઉઠી છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here