એક અભણ મહિલા ખેડૂતે દેશને બતાવ્યું કે કેવી રીતે કરવી જોઈએ બાજરાની ખેતી, પ્રધાનમંત્રીએ કર્યું સન્માન..જાણો વિગતવાર!!

0
277

વાંચો એક મહિલા ખેડૂતની સંઘર્ષભરી કહાની…. 

મધ્યપ્રદેશના મુરૈના જિલ્લાના જલાલપુર ગામમાં રહેનારી મહિલા ખેડૂત રેખા ત્યાગીના જીવનમાં ઘણા સંઘર્ષ બાદ સફળતાની ભાષા લખાઈ છે. રેખા ત્યાગીએ કૃષિ ઉત્પાદનના ક્ષેત્રમાં એવી ઉપલબ્ધિ મેળવી છે, જે મોટામોટા ખેડૂત અને જમીનદાર નથી મેળવી શક્યા.

રેખા બાજરાની ખેતીમાં બમ્બર પાક કરનારી પ્રદેશની પ્રથમ મહિલા બની ગઈ છે. રેખાના આ સંઘર્ષ અને ઉપલબ્ધિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે તેમનું સન્માન કર્યું છે. છેવટે ખોટનો ધંધો ગણાતી ખેતીને રેખાએ કેવી રીતે લાભના ધંધામાં ફેરવી છે, આવો સાંભળીએ રેખાની કહાણી તેમના જ શબ્દોમાં…

એક સામાન્ય મહિલાની જેમ રેખા ત્યાગીનું જીવન પણ સામાન્ય રીતે પસાર થઈ રહ્યું હતું. રેખાના પતિ ખેતી કરતા હતા અને ધોરણ 5 સુધી ભણેલી રેખા ઘરમાં તેનાં ત્રણ બાળકોને કુશળ ગૃહિણીની જેમ સંભાળતી હતી. પરંતુ દસ વર્ષ પહેલાં રેખાના જીવનમાં તે સમયે દુઃખોનો પહાડ તૂટી પડ્યો જ્યારે અચાનક તેના પતિનું નિધન થયું.

પતિના અવસાન બાદ રેખાનું જીવન ખૂબ સંઘર્ષમય બની ગયું હતું. તેમની સામે ઘર ચલાવવા માટે આર્થિક સંકટ ઊભું હતું. ખેતર તો હતાં, પરંતુ ખેતીમાં લગાવવા માટે ન તો રેખા પાસે નાણાંની સગવડ હતી, કે ન હતો ખેતીનો કોઈ અનુભવ. પતિની હયાતીમાં રેખાએ ક્યારેય ખેતરમાં પગ પણ નહોતો મૂક્યો, પરંતુ હવે રેખા સામે પોતાની અને તેનાં ત્રણ બાળકોના ઉછેરનો પડકાર હતો.

પોતાના જેઠ અને દિયરોની આર્થિક મદદથી રેખાએ શ્રમિકો પાસે ખેતી કરાવવી શરૂ કરી. આ સિલસિલો ઘણાં વર્ષો સુધી આમ જ ચાલતો રહ્યો, ઘણાં વર્ષો સુધી રેખાએ ખેતીમાં નુકસાન સહન કર્યું. ખેતીમાં રોકેલી રકમ કાઢવી પણ મુશ્કેલ થઈ પડતી હતી. જો કે ખેતીમાં નુકસાન એકમાત્ર રેખાની જ કહાણી નથી, પ્રદેશના મોટાભાગના ખેડૂતો આ સમસ્યાથી પડાઈ રહ્યા છે.

છેલ્લાં ઘણાં વર્ષોથી સતત મધ્યપ્રદેશમાં પ્રાકૃતિક પ્રકોપના કારણે ખેડૂતોને ઘણું નુકસાન સહન કરવું પડે છે. ક્યારેક બરફવર્ષા, તો ક્યારેક ધુમ્મસે ખેડૂતોની કમર તોડી નાખી છે. છેલ્લાં 4 વર્ષથી સફેદ જીવાતના આક્રમણના કારણે સોયાબિનની ખેતીની આવક પણ પ્રભાવિત થઈ છે.

ખેડૂતો શાહુકારો અને બેન્કો પાસેથી ઊંચી ટકાવારી પણ નાણાં મેળવીને ખેતી કરે છે, પરંતુ પ્રાકૃતિક આપદાના કારણે પાક નિષ્ફળ જતાં ખેતીમાં રોકાણરકમ પણ કાઢવામાં મુશ્કેલી પડી રહી છે. પાક બરબાદ થવા અને ઋણ ન ચૂકવવાના કારણે પ્રદેશમાં છેલ્લાં 3 વર્ષમાં અઢી હજારથી વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી છે.

એવામાં રેખાની સામે સૌથી મોટો પડકાર એ હતો કે, પોતાની ખેતીલાયક લગભગ 20 હેક્ટર જમીનને ભાડા કરાર પર કોઈ અન્ય ખેડૂતને આપી દેવામાં આવે, અથવા નુકસાનને લાભમાં પરિવર્તિત કરવામાં આવે.

વારંવારના નુકસાને બતાવ્યો લાભનો રસ્તો

ખેતીમાં સતત થનારા નુકસાનથી ઊભા થવા માટે રેખાએ તેનાં ખેતરમાં નવા પ્રકારનો પાક લગાવવાનો નિર્ણય કર્યો. તેનામાટે તેણે અનુભવી ખેડૂતોની સાથેસાથે જિલ્લા કૃષિ અધિકારીનો પણ સંપર્ક કર્યો. અધિકારીઓની સલાહ પર રેખાએ પોતાના ખેતરમાં બાજરાનો પાક વાવ્યો.

બાજરાનો પાક લગાવવા માટે રેખાએ પરંપરાગત પદ્ધતિનો ત્યાગ કરીને નવી અને વૈજ્ઞાનિક ટેકનિકનો ઉપયોગ કર્યો. નવી નસલનાં બીજ અને માટીની તપાસ કરીને ખેતરમાં ખાતર નાખીને પિયત કરવામાં આવી. ખેતરમાં સીધી રીતે બાજરો ઉગાડવાની જગ્યાએ પહેલાં બાજરાનો નાનો રોપ તૈયાર કરવામાં આવ્યો.

તેયાર કર્યો આધુનિક રોપ 

રોપ તૈયાર થયા બાદ તેને તેની જગ્યાએથી ઉખાડીને ખેતરમાં લગાવવામાં આવ્યો. આમ સટિક રીતે રોપેલા બાજરાની ખેતી દ્વારા રેખાએ રેકોર્ડતોડ ઉત્પાદન મેળવ્યું. સામાન્યતઃ પરંપરાગત ટેકનિકથી કરવામાં આવેલી બાજરાની ખેતીમાં પ્રતિ હેક્ટર 15થી 20 ક્વિંટલ બાજરાનું ઉત્પાદન થાય છે, પરંતુ સઘનતા પદ્ધતિથી કરવામાં આવેલી ખેતીમાં રેખાએ એક હેક્ટરમાં લગભગ 40 ક્વિંટલ બાજરાનું ઉત્પાદન કર્યું.

રેખા દ્વારા બાજરાની આ રેકોર્ડતોડ પેદાશ પ્રદેશની સાથે આખા દેશ માટે અભૂતપૂર્વ છે. આ રીતે રેખાએ બાજરા ઉત્પાદન કરનારા ખેડૂતોની સાથે સરકારનું ધ્યાન પણ તેની તરફ ખેંચ્યું. પ્રધાનમંત્રીએ દિલ્હી બોલાવીને કર્યું સન્માન રેખાની આ સફળતાની કહાણી કેન્દ્રીય કૃષિ મંત્રાલય અને પ્રધાનમંત્રી સુધી પહોંચી ચૂકી હતી.

19 માર્ચે દિલ્હીમાં આયોજિત કૃષિ કર્મણ એવોર્ડ કાર્યક્રમમાં રેખા ત્યાગીને આમંત્રિત કરીને પ્રધાનમંત્રીને પ્રશસ્તિપત્ર અને રૂ.બે લાખ રોકડનું ઈનામ આપ્યું. આ દિવસે દેશભરનાં આઠ રાજ્યોના સરકારી ઓફિસર ખેતીમાં ઉત્તમ પ્રદર્શન કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી મળવાપાત્ર સમ્માન મેળવવા દિલ્હી પહોંચ્યા હતા.

વર્ષ 2014-15માં ખાદ્યાન્ન ઉત્પાદનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા અને છત્તીસગઢ સહિત આઠ રાજ્યોને ‘કૃષિ કર્મણ પુરસ્કાર’થી સન્માનિત કરવા માટે બોલાવવામાં આવ્યા હતા.

સરકાર બનાવશે રોલ મોડેલ મુરૈના જિલ્લાના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના ઉપસંચાલક વિજય ચૌરસિયાનું કહેવું છે કે મધ્યપ્રદેશ સરકાર રેખા ત્યાગીની આ શાનદાર ઉપલબ્ધિ માટે તેમને પ્રદેશમાં મહિલા ખેડૂતો માટે રોલ મોડેલ રીતે રજૂ કરશે.

કૃષિ આધારિત કાર્યક્રમ, પ્રદર્શન, સેમિનારમાં મહિલા ખેડૂતને લઈ જઈને રેખાની ઉપલબ્ધિઓથી માહિતગાર કરીને તેમને પ્રેરિત કરશે. વિજય ચૌરસિયા કહે છે કે, જિલ્લાનો ખેડૂત રેખાની જેમ નવી ટેકનિકના આધારે જો પાક લગાવશે તો નિશ્ચિત રીતે હાલમાં મળનારા ઉત્પાદનથી બે ગણું ઉત્પાદન થવાની સંભાવના છે.

રેખાએ પણ પોતાની આ સફળતાને બાકીના ખેડૂતો સાથે વહેંચવાની વાત કરી છે. રેખાએ કહ્યું,

“હવે હું ખેડૂતોને ખેતીમાં આધુનિક ટેકનિકના ઉપયોગ પર ભાર આપવા માટે તેમને જાગૃત કરવાનું કામ કરીશ.”

લેખન સંપાદન : Infogujarat Team

તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,સરકારી યોજનાઓ અને સરકારી નોકરીની જાણકારીઓ માટે આજે જ અમારા ફેસબુક પેજ infogujaratofficial ને લાઈક કરો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here