વાવાઝોડાથી નુકસાન : આજે બપોરે યાસ વાવાઝોડું ઓડિશાના બાલાસોરના દરિયાકાંઠે ત્રાટકશે. ઓડિશા, બંગાળ અન ઝારખંડમાંથી લાખો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઓડિશાના ભદ્રાક જિલ્લાના ધામરા પોર્ટ પરના આખા વિસ્તારને ખાલી કરી દેવાયો છે..પાડોશી રાજ્ય ઝારખંડ પર પણ તેની અસર થશે તેથી તે રાજ્યના અનેક લોકોને પણ સુરક્ષિત સૃથળે ખસેડી દેવામાં આવ્યા છે.
ચક્રવાત યાસ ઓડિશિના બાલાસોરમાં આવી ગયું છે. હાલમાં અહીં સમુદ્રમાં મોજા 4થી 6 મીટર સુધી ઉછળી રહ્યા છે. સવારે 10-11 કલાકે ઓડિશિના કિનારને ટકરાવાનો અંદાજ છે. આ દરમિયાન હવાની ગતિ 150 કિમી પ્રતિ કલાકની રહી શકે છે.
મળતી માહિતી મુજબ બંગાળમાં બે લોકોના મોત થયા છે. બંગાળમાં નવ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જ્યારે ઓડિશા સરકારે બે લાખ લોકોને ખસેડયા છે. વાવાઝોડુ ત્રાટકે તે બાદ આશરે છ કલાક સુધી તેની આ રાજ્યો પર અસર રહેશે.પશ્ચિમ બંગાળ અને ઉત્તરી ઓડિશાના તટીય વિસ્તારોમાં ચક્રવાતી વાવાઝોડા યાસનું જોખમ વર્તાઈ રહ્યું છે.
ઓડિશા અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે..હવામાન વિભાગે જણાવ્યું કે, ભીષણ તોફાન દરમિયાન 155થી 165 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે, જે 185 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે.
યાસ વાવાઝોડાનો સામનો કરવા માટે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં એનડીઆરએફની અનેક ટીમ તૈનાત કરવામાં આવી છે. વાવાઝોડાના કારણે ઓડિશાના ભદ્રક, કેન્દ્રપાડા, જાજપુર, જગતસિંહપુર અને મયૂરભંજ વિસ્તારો સૌથી વધારે પ્રભાવિત થઈ શકે છે. જ્યારે પશ્ચિમ બંગાળના મેદિનીપુર, દક્ષિણ 24 પરગણા, હાવડા, હુગલી અને ઉત્તર 24 પરગણામાં અસર જોવા મળશે.
હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે યાસ વાવાઝોડું 26 મેના રોજ બંગાળ અને ઓડિશાના કિનારે અથડાઈ શકે છે. વાવાઝોડાના અણસારને લઈ રાજ્ય અને કેન્દ્ર સરકારની એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે.
યાસ ચક્રવાત બુધવારે સવારે લગભગ 9 વાગ્યે ઓડિશાના ભદ્રક જિલ્લાના તટપ્રદેશ સાથે ટકરાયો હતો. 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ઘણા સ્થાનિક મકાનોમાં પાણી ભરાયા. ચક્રવાતને કારણે બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, તમિલનાડુ અને કર્નાટકમાં ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ પણ કરવામાં આવ્યા છે.
ઓડિશા અને બંગાળના મોટાભાગના પ્રદેશોમાં મંગળવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. IMDના જણાવ્યા અનુસાર સવારે 9 વાગ્યાથી ચક્રવાતી વાવાઝોડું ફૂંકાવવાનું શરૂ થયું હતું. યાસ ચક્રવાતને પરિણામે ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
વળીં, પટના સહિત બિહારના 26 જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ કરવામાં આવ્યા છે. ઓડિશાના ચાંદીપુર અને બાલાસોરના દક્ષિણ 24 પરગાણા જિલ્લામાં ચક્રવાત સૌથી વધુ પ્રભાવી હતો. બંગાળના દીઘા અને મંદાર્માનીની હોટલો અને દુકાનોમાં સમુદ્રના પાણી ભરાઈ ગયા હતા.
#WATCH | Odisha: Strong winds and heavy rain hit Dhamra in Bhadrak district as #CycloneYaas nears landfall.
IMD says that the ‘very severe cyclonic storm’ is expected to make landfall by noon today with wind speed of 130-140 kmph gusting up to 155 kmph. pic.twitter.com/fveRV5Xfqb
— ANI (@ANI) May 26, 2021
ઓડિશાના 6 જિલ્લાઓ હાઇરિસ્ક પર : પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં આપત્તિ રાહત ટીમો તૈનાત છે. એરફોર્સ અને નેવીએ તેમના કેટલાક હેલિકોપ્ટર અને બોટને પણ રાહત કાર્ય માટે તૈયાર રાખી છે. તોફાનને કારણે ઓડિશાના છ જિલ્લાઓને ઉચ્ચ જોખમ ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યા છે. આમાં બાલાસોર, ભદ્રક, કેન્દ્રપરા, જગતસિંગપુર, મયુરભંજ અને કેઓંઝારનો સમાવેશ થાય છે.
400 લોકોને ઓડિશાના બાસુદેવપુરમાં આશ્રયસ્થાને મોકલાયા : હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાત બપોર સુધીમાં આકરો સ્વરૂપ લઈ શકે છે. પૂર્વ-મધ્ય બંગાળના અખાતમાંથી ઉદ્ભવેલું આ વાવાઝોડું ઉત્તરની સાથે ઉત્તર પશ્ચિમ દિશામાં વધુ ઝડપે આગળ વધી રહ્યું છે. ઓડિશાના બાસુદેવપુરમાં આશરે 400 લોકોને આશ્રયસ્થાનમાં ખસેડવામાં આવ્યા છે.
કોલકાતા એરપોર્ટ પર ઓપરેશન સ્થગિત : ચેતવણી બાદ બુધવારે સવારે સાડા આઠ વાગ્યાથી સાડા સાત વાગ્યા સુધી કોલકાતા એરપોર્ટ પર કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત, ભારતીય રેલવેએ 29 મે સુધી દક્ષિણથી કોલકાતા સુધી 38 માર્ગો પર દોડતી લાંબા અંતરની ટ્રેનોને રદ કરી દીધી છે.
તે જ સમયે, પૂર્વી રેલવેએ માલદા-બાલુરઘાટ પેસેન્જર ટ્રેનને પણ 26 અને 27 મે સુધી રદ કરી દીધી છે. તોફાનની ગતિને ધ્યાનમાં રાખીને, રેલવે સ્ટેશનો પર રેલવેના પાટા સાથે ટ્રેનોને લોખંડની ચેનથી બાંધી દેવામાં આવી છે, જેથી કોઈ અકસ્માત ન સર્જાય.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!