આજકાલ શહેરોમાં અને ગામડાઓમાં અકસ્માતની ઘટનાઓ વધી જાય છે. અને આવી વધતી જતી અકસ્માતની ઘટનાને કારણે ઘણા બધા લોકોના જીવ પણ ખોવાવવા લાગ્યા છે. અને આકસ્મિક રીતે લોકોના અંધાર્યા મૃત્યુ થઈ જાય છે. આજકાલ લોકો ટ્રાફિકના નિયમોને પાલન કર્યા વગર ગમે તેમ પોતાનું વાહન ચલાવીને બીજા લોકોને કચડી નાખે છે.
આવી એક રોડ અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટના ભરતપુરમાં બની હતી. ભરતપુરમાં એક યુવક સાથે આ ઘટના બની હતી. આ યુવક દેશની સેવા કરવા માટે સેનામાં આર્મી તરીકે જોડાવા પ્રેક્ટિસ કરી રહ્યો હતો. અને યુવક દેશપ્રેમી હોવાથી તે પોતાની જાતની દેશને અર્પણ કરવા માગતો હતો. આ યુવકનું નામ દેવેન્દ્ર હતું.
દેવેન્દ્ર પોતાના પરિવાર સાથે ભરતપુરમાં રહેતો હતો. દેવેન્દ્રના પિતાનું નામ રામહેતી હતું. તેના પિતા પંચરની દુકાન ચલાવતા હતા. અને દેવેન્દ્રથી 2 મોટા ભાઈઓ હતા. આ બંને મોટા ભાઈઓ મજૂરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. અને દેવેન્દ્રના લગ્ન એક મહિના પહેલા જ શિવપતિ સાથે થયા હતા.
દેવેન્દ્રની પત્ની તેના પરિવારમાં આવી તેને એક મહિનો થયો હતો. અને શિવપતિ હજી પોતાના પરિવારને સમજી રહી હતી. અને તેની પત્નીની ઇચ્છા હતી કે દેવેન્દ્ર દેશ માટે આર્મીમાં જાય તે માટે દેવેન્દ્ર આર્મીની તૈયારીઓ કરી રહ્યો હતો. એક દિવસ દેવેન્દ્રને પિતાએ વહેલી સવારે જગાડીને દેવેન્દ્રને દોડવા કહ્યું હતું.
દેવેન્દ્ર પોતાના ગામના અન્ય યુવકો સાથે રનીંગ કરી કરવા માટે નીકળ્યો હતો. દેવેન્દ્ર તેના ગામના યુવકો સાથે બખેડા ગામ તરફ જતાં રસ્તા પર દોડી રહ્યો હતો. તે સમયે અચાનક જ પાછળથી અજાણ્યા વાહને રોડ પર કરી નાખ્યો હતો. આ વાહન અચાનક જ પાછળથી આવીને દેવેન્દ્ર સાથે ટક્કર મારી હતી. અને દેવેન્દ્રને હવામાં ઉછાળીને ફગાવી દીધો હતો.
દેવેન્દ્રનું ત્યાંને ત્યાં જ મૃત્યુ થઈ ગયું હતું. અને અજાણ્યો વાહન ચાલક ત્યાંથી ભાગી ગયો હતો. આમ દેશ માટે પોતાનું જીવન અર્પણ કરવા તૈયાર થતો દેવેન્દ્ર આ માર્ગ અકસ્માતનો શિકાર થઈ ગયો હતો. ત્યારબાદ તેની સાથે રહેલા અન્ય યુવકોએ દેવેન્દ્રના પિતાને ફોન કરીને આ ઘટનાની જાણ કરી હતી. તેના પિતાએ આ અજાણ્યા વાહનચાલક સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ઘટનાની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!