યુવક ગાયક કલાકાર હોવા છતાં તેના હોમગાર્ડ સાથે મળીને કરતા હતા આ કામો, જાણીને સૌ કોઈ છે હેરાન..!!

0
127

આજના સમયમાં ચોરી લૂંટફાટની અનેક ઘટનાઓ બની રહી છે. આ ઘટનાઓ આપણી આસપાસ જ બની રહી હોય છે. અને આપણે એક દિવસમાં ઘણી બધી ચોરીની ઘટનાઓ જોઈ રહ્યા છીએ. આજકાલ કોઈના ભરોસે રહેવું ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. કોઈના પર આંખ મૂકીને વિશ્વાસ કરાય એવું રહ્યું નથી.

આવી જ એક ચોરીની ઘટના અમદાવાદમાં હાલમાં બની છે. અમદાવાદના નારોલ વિસ્તારમાં 2 યુવકો ચોરી કરતા હતા. નારોલ વિસ્તારમાં એક બિલ્ડરના સેમ્પલ ઘરમાંથી ફ્રીજ અને તેની સાથે ઘણી બધી વસ્તુઓની ચોરી કરી હતી. આ બંને યુવકો સાથે રહીને ચોરી કરતા હતા. એક યુવકનું નામ દિનેશ દરોગા અને બીજા યુવકનું નામ ગુંજન પરીખ હતું.

આ બંને ખાસ મિત્રો હતા. આ બંને યુવકોમાંથી એક યુવક દિનેશ દરોગા ગાયક કલાકાર પણ હતા. તે ઘણી બધી જગ્યાએ ગીતો ગાવા માટે પણ જતાં હતા. અને ખૂબ સારા એવા પૈસા પણ કમાતા હતા. છતાં પણ આવા ખોટા કામ કરીને પોતાની જાતના કાંકરા નાખ્યા હતા. આ દિનેશ તેના મિત્ર સાથે રહીને ચોરીઓ કરતો હતો.

આ બંને યુવકો થોડા સમય પહેલા કાગડાપીઠ વિસ્તારમાંથી એક લોડીંગ રીક્ષાની પણ ચોરી કરી હતી. અને બંને યુવકો સાથે મળીને ચોરી કરતા હતા. આજ સુધી તેના પર કોઈએ શંકા કરી ન હતી. કારણ કે તે ખુદ એક ગાયક કલાકાર હતા. અને ગાયક કલાકાર આવા બધા કામો કરે નહીં એમ સમજતા હતા.

પરંતુ એક બિલ્ડરના સેમ્પલ ઘરમાંથી ઘણી બધી વસ્તુઓ ચોરી કરી લીધી હતી. અને તેને કારણે આ બંને યુવાનો બિલ્ડરના કેમેરામાં આવી ગયા હતા. તેને કારણે પોલીસે બંને યુવકોને પકડી પાડયા હતા. એક યુવક ગાયક કલાકાર હતા અને તેની સાથે તેના હોમ ગાર્ડ તરીકે પણ ગુંજન ફરજ બજાવતા હતા.

અને તે તેના એક મિત્ર હતા. અને આ દિનેશ દરોગા ઘણી બધી ચોરીઓ કરતા હતા. તેને કારણે એક વખત તે પકડાઈ પણ ગયા હતા. પરંતુ તેણે આ કામ મૂક્યા નહોતા. અને આ બિલ્ડરના સેમ્પલ ઘરમાંથી ચોરી થવાથી બિલ્ડરે નારોલા પોલીસને જાણ કરી હતી. અને ત્યારબાદ આરોપીઓને પોલીસે પકડી પાડયા હતા. પોલીસ હજુ આ બંને યુવકોની પૂછપરછ કરી રહી છે.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here