યુવક ઘર કંકાસથી કંટાળીને આપઘાત કરવા નદીમાં છલાંગ મારે તે પહેલા જ આસપાસ લોકો પહોંચી જતા યુવકનો જીવ બચી ગયો..!!

0
139

જુદી-જુદી બાબતોને લઈને આપઘાત કરવાના બનાવો ખૂબ જ વધવા લાગ્યા છે. જુદા-જુદા કારણોસર આજકાલ લોકો આપઘાત કરવા લાગ્યા છે. નાની-નાની વાતોને અમુક લોકો મન પર લઈ લેતા હોય છે. જ્યારે અમુક વ્યક્તિઓ રોજિંદી જિંદગીથી કંટાળીને અંતે આપઘાતનું પગલું ભરી લેતા હોય છે.

મોટા પ્રમાણમાં આપઘાતની ઘટના વધવાને કારણે લોકો પોતાના જીવન ટૂંકાવી રહ્યા છે. લોકો પોતાના ઘરકંકાસથી કંટાળીને આપઘાત કરી રહ્યા છે. આવી જ એક ચોંકાવનારી આપઘાતની ઘટના સુરત શહેરમાં બની હતી. સુરત શહેરમાં અમરોલી વિસ્તારમાં આ ઘટના બની હતી.

સુરતના અમરોલી વિસ્તારમાં એક યુવક પોતાના ઘર કંકાસથી કંટાળીને આપઘાતની કોશિશ કરી રહ્યો હતો. અમરોલી વિસ્તારના તાપી નજીક આવેલા પુલો પર એક યુવક પુલ પરથી નીચે આપઘાતનો પ્રયત્ન કરી રહ્યો હતો. યુવક સુરતમાં હીરાનો ધંધો કરી રહ્યો હતો. અને યુવક પોતાના ઘરમાં નાની-નાની વાતોને લઈને તેની પત્ની સાથે અવારનવાર ઝઘડા થતા હતા.

તેને કારણે કંટાળી જોઈને પોતે પોતાનું જીવન ટૂંકાવી લેવાનું વિચાર્યું હતું. અને તેના બાળકોનું પણ વિચાર્યા વગર આ યુવક સહન કર્યા વગર પોતાની જિંદગીને ટૂંકાવી નાખવાનું વિચારતો હતો. તે માટે આ યુવકે અમરોલી બ્રિજ પાસે આવેલી તાપી નદી પર બનાવેલા અમરોલી બ્રિજ ઉપર થોડીવાર ઊભો રહ્યો હતો.

અને ત્યારબાદ અમરોલી બ્રિજ ઉપર લગાવેલી 10 ફૂટ લાંબી ગ્રીલ લગાડવામાં આવી હતી. કારણ કે કોઈ પણ વ્યક્તિ આપઘાત ન કરી શકે તે માટે તંત્રએ આ જાળી લગાવી દીધી હતી. પરંતુ આ યુવકને અચાનક જ મનમાં પોતાના ઘરથી કંટાળી ગયેલો અને અવારનવાર થતા ઝઘડાઓ યાદ આવતા તેણે પોતાના જીવનને ટૂંકાવી લેવાનું વિચાર્યું હતું.

આપઘાત કરવા માટે આ જાળી પર ચડવા લાગ્યો હતો. તે સમયે ત્યાંથી પસાર થતાં અન્ય સ્થાનિક લોકોએ યુવકને બૂમો પાડીને નીચે ઉતારવા કહ્યું હતું. પરંતુ યુવાન બોલતો હતો મારી પાસે ન આવતા હું કુદી જવાનો છું એમ કહેતો હતો. પરંતુ અમુક સ્થાનિક લોકોએ સાહસ કરીને તેની પાસે જઈને તેને નીચે ઉતારીને બચાવી લીધો હતો.

આ યુવકને કારણ પૂછતાં તેણે ઘર કંકાસથી કંટાળી ગયા કહ્યું હતું. ત્યારબાદ સ્થાનિક લોકોએ આ યુવકને સમજાવીને ઘરે મોકલી દેવામાં આવ્યો હતો. અને મહાનગરપાલિકા દ્વારા શહેરની તાપી નદી ઉપર આવેલા પુલ પર બધી જગ્યાએ આવી લોખંડની જાળીઓ લગાવી દીધી છે. જેને કારણે આપઘાત કરવા વાળા જાળી કૂદીને નદીમાં કૂદી ન જાય તે માટે આવી વ્યવસ્થા કરવામાં આવી હતી. તેને કારણે આજે આ યુવકની જીવ બચાવવામાં આવ્યો હતો.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here