યુવક પોતાનું કામ કરી રહ્યો હતો પરંતુ તેને શું ખબર કે તેનો કાળ તેની આસપાસ જ હતો પરંતુ તે ઓળખી ન શક્યો અને..

0
81

ઘણી બધી વખત આપણે સૌ કોઈ સાંભળવી હોય છે કે રસ્તા વચ્ચે અમુક બદમાશો પોતાનું પાવર બતાવતા હોય છે. અને ઘાતકી હથિયારો વળી કોઈકને મારવાના પ્રયત્ન પણ કરતા હોય છે. જેના કારણે ઘણી બધી વખત ઘણા બધા વ્યક્તિઓના મોત પણ થયા છે.

અને તેવા લોકોની પોલીસ દ્વારા પકડી પણ લેવામાં આવ્યા છે. તેમ છતાં તેઓ પોતાની આ પ્રવૃત્તિ બંધ નથી કરતા અને આવો જ એક બનાવ ફરી એક વખત રાજકોટમાં બન્યો છે.રાજકોટમાં 80 ફુટ રોડ ઉપર આંબેડકરનગર વિસ્તારમાં રહેતા.

અને મનપાની ઢોર પકડ પાર્ટીમાં કોન્ટ્રાક્ટ બેઈઝ પર કામ કરતા સિદ્ધાર્થ ઉર્ફે રઘો જીવણભાઈ મકવાણા નામના 26 વર્ષીય યુવાનની સરાજાહેર છરીના ચાર ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે.અગાઉના ઝઘડાના મુદ્દે યુવાનની હત્યા કરવામાં આવી છે.

તેવું પોલીસે મીડિયાને જણાવ્યુ હતું. હાલ થોરાળા પોલીસે 2 આરોપીઓની કરી ધરપકડ છે અને વધુ તપાસ હાથ ધરી છે.આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ નવા થોરાળા મેઈન રોડ પર સ્વામી નારાયણ સ્કૂલ સામે રહેતો અને મનપાની ઢોર પકડ પાર્ટીમાં કોન્ટ્રાક્ટ બેઈઝથી કામ કરતો સિદ્ધાર્થ ઉર્ફે રઘો જીવણભાઈ મકવાણા ગત મોડી રાત્રે 80 ફૂટ રોડ નજીક આંબેડકરનગર વિસ્તારમાં શેરી નં.1 નજીક હતો.

ત્યારે અજાણ્યા શખ્સોએ તેના પર છરી વડે ઘાતક હુમલો કરતાં તે લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. 108ને જાણ કરાતા સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો. અને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે સિદ્ધાર્થને મૃત જાહેર કર્યો હતો.

આ અંગે થોરાળા પોલીસે જણાવ્યું હતું કે, કુલ 8 શખ્સો રાત્રિના હુમલો કરવા આવ્યા હતા. જેમાં થોડા આરોપીઓ i-20 કારમાં અને અન્ય આરોપીઓ એક્સેસમાં આવ્યા હતા. મૃતક યુવક અને આરોપીઓ વચ્ચે ઘણા સમયથી ઝઘડો ચાલતો હતો. આ જૂની અદાવતનો ખાર રાખીને યુવકની હત્યા કરવામાં આવી છે.

જે ઝઘડો ચાલતો હતો એ સમયે પણ બંને પક્ષોએ સામસામે ફરિયાદ દાખલ કરી હતી અને એ જ વાતનો બદલો લેવાના આશયથી યુવકની હત્યા કરવામાં આવી છે. જેમાં કુલ આઠ આરોપીઓ સામેલ હતા એ પૈકી બે આરોપીઓની હાલ અટકાયત કરવામાં આવી છે અને અન્ય આરોપીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.

બનાવની જાણ થતાં થોરાળા પોલીસ મથકનો સ્ટાફ સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યો હતો. અને જરૂરી કાર્યવાહી બાદ મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો. મૃતક એક બહેન અને એક ભાઈમાં નાનો હતો. તેના પિતા મજુરી કામ કરે છે. મૃતકને તેના જ વિસ્તારમાં રહેતા અમુક શખ્સો સાથે અગાઉ માથાકુટ થઈ હતી. જેના કારણે તેની નિર્મમ હત્યા કરવામાં આવી છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ. ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here