હાલના સમયમાં સમાજમાં મારામારી અને ઝઘડાની ઘટનાઓ સામે આવી રહી છે. લોકો પોતાના સ્વાર્થ માટે એકબીજાનો જીવ લઈ રહ્યા છે. અને એક જ પરિવારના લોકો આવી ઘટનાઓ કરીને સમાજનું નામ ખરાબ કરી રહ્યા છે. આવી જ એક પૈસા માટે એકબીજા સાથે મારામારીની ઘટના બની હોવાનું સામે આવ્યું હતું.
આ ઘટના સુરેન્દ્રનગર જિલ્લામાં બની હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં એક પરિવાર રહેતું હતું. સુરેન્દ્રનગર જિલ્લાના મફતીયાપરામાં દૂધની ડેરીની પાછળ આવેલા મકાનમાં આ પરિવાર રહેતું હતું. પરિવારમાં યુવક સંજયભાઈ તેમની પત્ની સાથે રહેતા હતા. તેમને ત્રણ બાળકો પણ હતાં. સંજયભાઈ પોતાના પરિવારનું ગુજરાન ધંધો કરીને ચલાવી રહ્યા હતા.
તેને કારણે પરિવાર ચલાવવામાં પૈસાની જરૂર પડતા સંજયભાઈ બીજા પરિવાર ભાવિનભાઈ નામના વ્યક્તિ પાસેથી 50,000 રૂપિયા ઉધાર લઇ આવ્યા હતા. સંજયભાઈ તેમને સમયસર પાછા આપી દેશે તેમ જણાવ્યું હતું. પરંતુ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે તેણે ભાવિનભાઈને પૈસા પાછા આપ્યા ન હતા.
ભાવિનભાઈ અને સંજયભાઈ બંને એક જ જ્ઞાતિના હતા. તેને કારણે સંજયભાઈએ ભાવિનભાઈ પાસેથી પૈસા ઉધાર લીધા હતા. અને ભાવિનભાઈ સંજયભાઈ પાસેથી અવાર-નવાર પૈસા માગતા હતા. પરંતુ સંજયભાઈની આર્થિક સ્થિતિ સારી ન હતી તેની પાસે પૈસા ન હોવાને કારણે તેણે પૈસા પરત આપ્યા ન હતા.
તેને કારણે બંને વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. અને એક દિવસ ભાવિનભાઈએ સંજયભાઈને તેના ઘરે બોલાવ્યો હતો. સંજયભાઈ ભાવિનભાઈના ઘરે ગયો ત્યારે ત્યાં તેણે જોયું તો તેના પરિવારના સભ્યો હથિયારો લઈને ઊભા હતા. સંજયભાઈ વાતચીત કે સમાધાન કરે તે પહેલાં તેની ઉપર હુમલો કરવાનું ચાલુ કરી દીધું હતું.
તેમાં ભાવિનભાઈ, રવિ અને રાહુલ બધા સંજય પર હુમલાઓ કરીને છરીઓના ઘા મારવા લાગ્યા હતા. અને સંજયને ઇજાગ્રસ્ત કરી નાખ્યો હતો. અને સંજયના પરિવારને આ ઘટના અંગે જાણ તથા સંજયના પરિવારના લોકો તરત જ ભાવિનના ઘરે પહોંચી ગયા હતા. અને 108ને ફોન કરીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
પરંતુ સારવાર દરમિયાન સંજયનું મૃત્યુ થઈ ગયું હતું. અને સંજયના પરિવારના લોકોએ ભાવિન વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. અને ભાવિન, રવી, રાહુલ તેણે સંજય ઉપર છોકરીઓના ઘા કર્યા હતા. તેની સામે ફરિયાદ નોંધાવી હતી. અને સંજયભાઈ તેમજ તેની સાથે મળેલા કમલેશભાઈને પણ ગંભીર ઇજા થઇ હતી.
તે માટે તેને પણ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. આ ઉપરાંત એક જ પરિવારમાંથી વ્યક્તિના મોત થઇ જતા પરિવારમાં દુ:ખનો માહોલ ફેલાઈ ગયો હતો. અને સંજયભાઈનુ મોત થઈ જતાં તેની પત્ની અને ત્રણે બાળકો નિરાશ અને આઘાતમાં આવી ગયા હતા.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!