યુવક વૃધ્ધ સાથે નકલી વકીલ અને પોલીસ બનીને કરતો લાખો રૂપિયાની છેતરપીંડી, આવી રીતે કરતો લોકોનો શિકાર..જાણો..!!

0
117

લોકો સાથે આજકાલ છેતરપિંડીની ઘટનાઓ ખૂબ જ બની રહી છે. દિવસને દિવસે લોકો સાથે છેતરપિંડી થતાં ઘણા બધા લોકો લૂંટાઈ રહ્યા છે. લોકો આજે ઈમાનદારીથી રોજગારી મેળવીને પૈસા કમાવાવાળા ઓછા જોવા મળી રહ્યા છે. અને આવી મોટી છેતરપિંડીઓ કરીને બીજાના પૈસાને લુટતા લોકો વધારે જોવા મળી રહ્યા છે.

એક વૃદ્ધ સાથે છેતરપિંડીની ઘટના બની હતી. જેમાં એક યુવાકે નકલી વકીલ અને પોલીસ અધિકારી બનીને વૃદ્ધ  પાસેથી લાખો રૂપિયા માંગ્યા હતા. આવી ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના જામનગર જિલ્લામાં બની હતી. જામનગર જિલ્લાના ખંભાળિયામાં એક હોટલ મેનેજરે આ ઘટના કરી હતી. જામનગરમાં એક સિનિયર સિટીઝન યુવક સાથે છેતરપિંડીની ઘટના કરી હતી.

સિનિયર સિટીઝન સાથે હોટલ મેનેજરે એક મહિલા તરીકેની મિત્રતા કેળવી હતી. સોશિયલ મીડિયાના માધ્યમથી મહિલાનું ફેક આઈડી બનાવ્યું હતું. તેણે આ સિનિયર સિટીઝનને મહિલા બનીને તેની સાથે સંપર્ક કર્યો હતો. તે એક પોતે મહિલા છે. તેમ પોતાની જાતને ગણાવીને એક સિનિયર સિટીઝનના યુવક સાથે તેણે ઘણા સમય વાત કરી હતી.

આ હોટલ મેનેજર અવારનવાર આવા સિનિયર સિટીઝનોને ફસાવીને તેની પાસેથી લાખો રૂપિયા પડાવી લેતો હતો. આ ઘટનામાં સિનિયર સિટીઝન દ્વારા કહેવામાં આવ્યું હતું કે એક યુવકે તેની સાથે સોશિયલ મીડિયામાં મહિલા બનીને વાતચીત અને મિત્રતા કરી હતી. ત્યારબાદ પોતે જ એક દિવસ કહ્યું, ‘મહિલાનો પતિ બોલું છું, તમારા લીધે અમારા જિંદગી બરબાદ થઈ ગઈ છે…

અમારા છૂટાછેડા થયા છે, તો હવે તમે સવા લાખ રૂપિયા આપો’ તેમ કહીને સિનિયર સિટીઝનના યુવકને ધમકાવતો હતો. સિનિયર સિટીઝાને પૈસા આપવાનીના પાડતા એક વકીલ પણ તે બન્યો હતો. વકીલ બનીને અનેક કલમો લગાવીને તે સિનિયર સિટીઝનને ધમકાવી રહ્યો હતો. ત્યારબાદ વકીલની વાત સિનિયર સિટીઝને માની ન હતી.

તેને કારણે તે એક પીઆઈના નામે પણ કાર્યવાહી ચાલશે તેમ કહીને અનેક વાર આ સિનિયર સિટીઝને બ્લેક મેલ કરીને તેને ધમકાવતો હતો. અને તેની પાસેથી છૂટાછેડાના નામે લાખો રૂપિયા માંગતો હતો. તે જો પૈસા ન આપે તો પોલીસ કાર્યવાહી કરશે. તેમ પણ તે જણાવતો હતો. આ મહિલાનો પતિ બનીને પણ તે વાત કરી રહ્યો હતો.

મહિલા પણ બન્યો હતો. આવા ઘણા બધા સિનિયર સિટીઝનોને ફસાવીને હોટલ મેનેજર આવી કાળી કરતુતો કરી રહ્યો હતો. સિનિયર સિટીઝન અને અવારનવાર ટાર્ગેટ કર્યા હતા. તેને કારણે એક સિનિયર સિટીઝને સાયબરક્રામ સેલની ટીમને આ ઘટનાની જાણ કરી હતી અને ટીમે આ હોટલ મેનેજરને પકડી પાડ્યો હતો.

ત્યારબાદ હોટલ મેનેજરની પૂછપરછ દરમિયાન તેને જણાવ્યું હતું કે, તે અને અનેકવાર સિનિયર સિટીઝનોને ટાર્ગેટ કરીને તેની સાથે મહિલાના નામે મિત્રતા કરી તેની સાથે અનેકવાર વાતચીત કરતો હતો અને ત્યારબાદ તેને કારણે પોતાના છૂટાછેડા થયા છે તેમ પણ તે જણાવતો હતો. મહિલાનો પતિ બનીને તે વકીલ અને પોલીસ બનીને ધમકીઓ આપતો હતો. અને લોકો પાસેથી લાખો રૂપિયા મેળવતો હતો.

આવા ખરાબ કામો કરીને હોટલ મેનેજર અનેક વૃદ્ધો પાસેથી પૈસા પડાવી રહ્યો હતો અને વૃદ્ધો પણ પોતાની આ સોશિયલ મીડિયાની વાતો બહાર ન આવે તે માટે તેઓ પણ પૈસા આપવા માટે તૈયાર થઈ જતા હતા. પોલીસ આમ હોટલ મેનેજરની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here