યુવકનું ટ્રેનમાંથી નીચે ઉતરી બીજી ટ્રેનમાં ચડતા સમયે થયું અરેરાટી ભર્યું મોત, પરિવાર પર દુઃખનું આભ ફાટી પડ્યું…!!

0
144

હાલના સમયમાં ઘણી બધી ઘટનાઓ આકસ્મિક બની રહી છે. ઘટનાઓ બનતા ઘણા બધા લોકોને મૃત્યુ થવા લાગ્યા છે. લોકોનું અણધાર્યું મોત થઈ જાય છે. આજકાલ ક્યારે કોઈપણ વ્યક્તિ સાથે શું બની જાય તે કહી શકાતું નથી. આવી ઘટનાઓ બનતા પરિવારમાં એક વ્યક્તિનું મૃત્યુ થતાં પરિવારમાં વેરવિખેર થઈ જાય છે.

આવી જ એક પરિવારના એકના એક કુલદીપકની સાથે ઘટના બની હતી. આ ઘટના ખૂબ જ ગંભીર બની હતી. જુનાગઢ જિલ્લામાં માળિયામાં આ ઘટના બની હતી. માળિયા તાલુકાના જુથળ ગામમાં મનસુખભાઈ ખાનપરા ગામમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. તેઓ ઘણા બધા સમયથી જુથળ ગામમાં રહીને બાળકોને શિક્ષણ આપતા હતા.

મનસુખભાઈનું દીકરો હેમાંશુ તેમની સાથે રહેતો હતો. હિમાંશુની ઉંમર 25 વર્ષની હતી. મનસુખભાઈ તેના પરિવાર સાથે જુથળ ગામમાંથી કેશોદ રહેવા માટે આવી ગયા હતા. હિમાંશુનો અભ્યાસ પૂરો થતાં હિમાંશુ કેશોદથી અમદાવાદ નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા માટે ગયો હતો. ત્યારબાદ તે અમદાવાદથી કામ પૂરું થયા બાદ તે કેશોદ આવવા માટે નીકળ્યો હતો.

હિમાંશુ અમદાવાદ-સોમનાથ ટ્રેનમાં બેસીને કેશોદ આવી રહ્યો હતો. ટ્રેનમાં હિમાંશુને ઊંઘ આવી જતા કેશોદના રેલ્વે સ્ટેશનથી ટ્રેન જતી રહી હતી. ટ્રેન આગળ નીકળી જતા હિમાંશુની અચાનક ઊંઘ ઊડી જતાં તેને ખબર પડી કે કેશોદ  રેલવે સ્ટેશનથી ટ્રેન આગળ નીકળી ગઈ છે. ત્યારબાદ તેણે મનસુખભાઈ તેના પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે..

‘કેશોદથી ટ્રેન નીકળી ગઈ છે, તે માટે હવે તે આગળના માળિયા સ્ટેશને ઉતરી જશે’ ત્યારબાદ ત્યાંથી તે કેશોદ આવી જશે. થોડો સમયમાં બેસ્યા બાદ સ્ટેશન પર ટ્રેન પહોંચી ગઈ હતી. તે સમયે સોમનાથ-રાજકોટ લોકલ ટ્રેન પણ ત્યાં માળિયા પડી હતી. હિમાંશુએ મામાળિયા સ્ટેશનની ટ્રેનમાંથી સામેની ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

હિમાંશુએ ચાલુ ટ્રેનમાંથી ઉતરવાનો પ્રયાસ કરતા નીચે પડી ગયો હતો. તેની સાથે ખૂબ જ ગંભીર અકસ્માત સર્જાઈ ગયો હતો. ગંભીર અકસ્માત સર્જાતા જ સેકન્ડવારમાં હિમાંશુનું મૃત્યુ થઈ ગયું હતું. ત્યારબાદ સ્ટેશન પર ઉભેલા લોકોએ હિમાંશુ પાસે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને તરત જ પોલીસને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી.

પોલીસે હિમાંશુના પિતા મનસુખભાઈને કોલ કરીને આ ઘટના જણાવી હતી. પરિવારમાં એકના એક કુલદીપકનો આવી રીતે આકસ્મિક મૃત્યુ થઈ જતા પરિવાર પર આ ફાટી પડ્યું હોય તેવું દુઃખ આવી પડ્યું હતું. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી હતી. જુવાન દીકરાનું મોત થતા લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here