બન્યું કંઈક એવું કે યુવાન સ્વામીશ્રીના ચરણે થઈ ગયો, જાણો આ અદ્દભૂત પ્રસંગ

0
615

સને ૧૯૬૮, ઓક્ટોબર, સારંગપુરમાં સ્વામીશ્રીએ વિ.સં. ૨૦૨૪ને વિદાય આપી અને વિ.સં. ૨૦૨૫નું સ્વાગત કર્યું. ચોપડા પૂજન, દીપોત્સવ અને અન્નકૂટ ઉત્સવો સારી રીતે ઊજવ્યા.

દર વર્ષની જેમ આ વર્ષે પણ સારંગપુરની આસપાસનાં ગામોના હરિભક્તો અન્નકૂટની સેવામાં આવેલા. તેમાં તુ૨ખા ગામના યુવક જયરામભાઈ પણ સામેલ હતા. વાનગીઓની થાળીઓ ઠાકોરજીના ખંડ સુધી પહોંચાડવાની સેવા તે કરી રહેલા. સેવામાં એ જ્યારે મોહનથાળની તાસક લઈને જતા હતા ત્યારે શરતચૂકથી તે થાળી હાથમાંથી છટકી.

મોહનથાળનાં ચકતાં ધૂળ ભેગાં થયાં અને જયરામભાઈનો જીવ અધ્ધર, કારણ કે તેમણે આ
‘પરાક્રમ’ ક્યું તે વખતે જ સ્વામીશ્રી સ્મૃતિમંદિર તરફથી આવી રહેલા. તેઓને આવતાં જો ઈને જયરામના હાંજા ગગડી ગયા. સ્વામીશ્રીની પ્રકૃતિ એવી ધીર-ગંભીર હતી કે તેઓ ભારોભાર નમ્ર હોવા છતાં રૂઆબદાર લાગતા.

અધિકારનો કડપ નહીં પણ તેઓના વ્યક્તિત્વની અદબ જ અનોખી અનુભવાતી. તેથી કોઈથી કંઈક ચૂક પડે એટલે તરત ફડકો પેસે કે ‘સ્વામીશ્રી શું કહેશે?” જયરામ પણ મોહનથાળ ઢોળાતાં આમ જ વિચારી રહેલો.પણ બન્યું ધાર્યા કરતાં સાવ જુદું જ! સ્વામીશ્રી તે યુવાનની નજીક આવતાં જ હસતાં હસતાં બોલ્યા: ‘ઠાકોરજીએ પહેલેથી જ કીડી-મંકોડીનો ભાગ કાઢી નાંખ્યો.’

જાણે નવા વર્ષે જિંદગી જીવવાનો નવો અભિગમ – જે બને તેમાં સવળું જોવાનું શીખવીને સ્વામીશ્રી શાંતિથી પસાર થઈ ગયા! તેઓની આ સવળી-હળવી ગમ્મતથી જયરામભાઈની ન કેવળ નવા વર્ષની સવાર સુધરી; પણ આખેઆખું જીવન સુધરી ગયું.

તે યુવાનનાં કાળજે આ પ્રસંગ એવાં કામણકરી ગયો કે સમય જતાં તેમણે સ્વામીશ્રીનાં ચરણે જીવનસમર્પી દીધું! (પૂ. જ્ઞાનપ્રિય સ્વામી)

લેખન સંપાદન : Infogujarat Team

તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ  તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.વધુ ધાર્મિક લેખો, લેટેસ્ટ મનોરંજન, News અને Videos માટે પેજ લાઈક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here