6 વર્ષથી પિયરમાં રેહતી હતી આ યુવતી , સાસરે પાછી ન આવતા પતીએ ઉતારી દીધી મોતને ઘાટ.

0
149

ઉમરગામ તાલુકાના કાંઠા વિસ્તારના ફણસા ગામે રહેતી મહિલા પતિના ત્રાસથી કંટાળી પિયર ચાલી ગયા બાદ પરત નહીં થતાં બંને વચ્ચે ચાલતા વિવાદનો ભયાનક અંત આવ્યો હતો. ઘરથી સંબંધીના ઘરે નીકળેલી પત્નીને રસ્તામાં જોઇ તેના ઉપર છરાથી ઉપરાછાપરી હુમલો કરી પતિ ફરાર થઇ ગયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જતાં સારવાર દરમિયાન તેણે દમ તોડી દેતાં આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી.

ફણસા ગામે મીતનાવાડ ફળિયામાં રહેતા દલપતભાઈ વાસુભાઇ મીતનાએ શુક્રવારે મરીન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ બે દીકરી અને એક દીકરાના પિતા છે અને છેલ્લાં 25 વર્ષથી દુબઈ ખાતે માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. તેમની મોટી દીકરી મમતા ઉં.વ. 30ના લગ્ન ગામમાં જ રહેતા પુનિત ગાંડાભાઇ મીતના (રિક્ષાચાલક) સાથે 14 વર્ષ પહેલાં થયા હતા.

એ દરમિયાન પુનિત અવારનવાર મમતા ઉપર વહેમ રાખી ઝઘડો કરતો હતો. પતિના ત્રાસથી કંટાળી મમતા બે સંતાનો સાથે પિયરે આવી ગઇ હતી. ત્યાર બાદ મમતા ફરી સાસરે નહીં જતાં પતિ પુનિત સાથે અનેક વખત બોલાચાલી થઈ હતી.

ગામમાં જ પિયર અને સાસરું હોવાથી બન્ને અવારનવાર સામસામે આવી જતાં હતાં. ત્યારે પતિ પત્નીને પરત સાસરે આવી જવા માટે કહેતાં તે ચોખ્ખી ના પાડી દેતી હતી, જેને લઈ અવારનવાર બન્ને વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો.

લોહીલુહાણ હાલતમાં પરિવારજનોને ઘટનાની જાણ કરી : ફણસામાં પત્ની મમતા ઉપર છરાથી હુમલો કર્યા બાદ આરોપી પતિ ફરાર થઇ ગયો હતો. ત્યારે મમતાનાં પરિવારજનો તેને ખાનગી કારમાં વાપીની હોસ્પિટલમાં લઇ ગયાં હતાં. કારમાં સારવાર માટે લઇ જતી વખતે ઇજાગ્રસ્ત મમતાએ તેના ઉપર થયેલા હુમલા અંગે પરિવારજનો સાથે વાત કરી હતી. મોત પહેલાં ઘવાયેલી હાલતમાં કરેલી વાતચીતના વીડિયો પરિવારે રેકોર્ડ કરી લીધો હતો.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here