હાલના સમયમાં આપઘાતની ઘટનાઓ ખુબ જ બની રહી છે. આપઘાતની ઘટના દિવસેને દિવસે વધી રહી છે. લોકો પોતાની જિંદગીથી કંટાળીને આવા ખરાબ પગલા ભરી રહ્યા છે. લોકો પોતાની આર્થિક અને શારીરિક મુશ્કેલીઓને કારણે મુશ્કેલીઓનું નિરાકરણ કરવાને બદલે આવા આપઘાતો કરીને પોતાના જીવન ટૂંકાવી દે છે.
આવી આપઘાતની ઘટના હાલમાં સામે આવી છે. એક યુવતી એ આપઘાત કર્યાની ખૂબ જ ગંભીર ઘટના બની છે. ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા તાલુકામાં આ ઘટના બની હતી. ધાનેરા તાલુકાના વાછડાલ ગામમાં એક યુવતીએ પોતાના જીવનમાં કંટાળીને આવું પગલું ભર્યું હતું. વાછડાલ ગામમાં નીલાભાઈ મસરાજી સોલંકીનો પરિવાર રહેતો હતો.
અને નીલાભાઈની દીકરી શિલ્પાબેન અને તેમની પત્ની પરિવારમાં ખુબ જ ખુશીથી રહેતા હતા. શિલ્પાબહેન ઉંમરમાં મોટી હતી. નીલાભાઈ તેમની દીકરી શિલ્પાબેન અને તેમની માતા બધા જ પોતાના ઘરના આંગણામાં બહાર ખુલ્લામાં રોજે સાંજે સુતા હતા. પરંતુ નીલાભાઈ અને તેમની પત્ની ઘરે પશુઓ રાખતા હતા.
દરરોજ સવારે નીલાભાઈ અને તેમની પત્ની પશુ દોહવા માટે પોતાની દીકરી શિલ્પાને વહેલી ઉઠાડીને જતાં હતા. તે માટે તે નીલાભાઈની પત્ની તેમની દીકરીને ઉઠાડવા માટે તેના ખાટલા પાસે ગયા ત્યારે શિલ્પા ખાટલામાં મળી નહીં. અને તેની માતા તરત જ બૂમ પાડી બેઠી. અને નીલાભાઈ જોતાં જ બંને માતા-પિતા ખૂબ જ આઘાતમાં આવી ગયા.
તેમની દીકરી અચાનક ક્યાં જતી રહી તેના વિચારમાં પડી ગયા. અને ખેતરમાં આસપાસ તપાસ કરીને તેમણે લીમડાના ઝાડ પાસે જોયું ત્યારે લીમડાના ઝાડ ઉપર દોરડું બાંધીને શિલ્પાએ ગળાફાંસો ખાઈ લીધો હતો. અને શિલ્પાએ આપઘાત કરી પોતાનું જીવન પતાવી દીધું હતું. આ જોઇને માતા-પિતાના પગ પાણી પાણી થઇ ગયા હતા.
માતા તરત જ ત્યાંને ત્યાં બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ નીલાભાઈએ ગામના લોકોને ભેગા કરીને આ વાત જણાવી હતી. ત્યારે ગામના લોકોના કહેવા પ્રમાણે પાંથાવાડા પોલીસમાં લીલાભાઈએ પોતાની દીકરીની આપઘાતની જાણ કરી હતી. પોલીસે આ ઘટનાની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!