યુવતીને લગ્ન પછી સાસુ-સસરા બીમાર પડતા અપશુકનિયાળ માનીને તેની સાથે કર્યું એવું કે, જોઇને સૌના બહાર નીકળી ગયા ડોળા..!!

0
146

આધુનિક સમયમાં સમાજમાં હજુ પણ ઘણા બધા વિસ્તારોમાં નીચી વિચારસરણી ધરાવતા લોકો અશિક્ષિત જોવા મળે છે. અશિક્ષિત લોકો હજુ પણ અંધશ્રદ્ધા જેવી અસામાજિક પ્રવૃત્તિઓમાં માની રહ્યા છે. લોકો સમાજમાં આગળ સુધરવાને બદલે હજુ પણ અંધશ્રદ્ધા માનીને બીજા લોકો સાથે અત્યાચારો કરી રહ્યા છે.

દિવસેને દિવસે મહિલાઓ ઉપર અને બાળકી ઉપર અત્યાચારો કરીને સમાજને ખરાબ કરી રહ્યા છે. આવી જ એક ચોંકાવનારી ઘટના અંધશ્રદ્ધાને લઈને સામે આવી છે. આ ઘટના અમદાવાદ શહેરમાં બની હતી. અમદાવાદ શહેરમાં મણિનગરમાં રહેતી યુવતિ સાથે આ ઘટના બની હતી. યુવતીની ઉંમર 28 વર્ષની હતી.

યુવતીને ઉંમર થઈ જવાને કારણે ઘરના લોકોએ સબંધ કરવાનું નક્કી કર્યું હતું. યુવતીનો સંબંધ સુરતમાં રહેતા એક યુવક સાથે કર્યો હતો. એક વર્ષ પછી યુવતીના લગ્ન કર્યા હતા. યુવતીના લગ્ન સમયે સાસરિયાઓએ યુવતી ઉપર અનેક આરોપો અંધશ્રદ્ધાને લઈને નાખ્યા હતા. યુવતીના લગ્ન હતા ત્યારે જાન લઈને સાસરિયાઓ સુરતથી આવ્યા હતા.

અચાનક યુવતીની સાસુને મજા ન રહેતા. તેને અચાનક જ અમદાવાદ પહોંચતા સમયે પેરાલીસીસનો એટેક આવી ગયો હતો. જાનને અટકાવ્યા વગર યુવતીની સાસુને સારવાર માટે લઇ જવામાં આવી હતી. એક બાજુ દીકરાના લગ્ન થઈ રહ્યા હતા અને એક બાજુ વરરાજાની માતા હોસ્પિટલમાં દાખલ હતી. લગ્ન પૂર્ણ થઇ ગયા.

ત્યારબાદ યુવતી તેના સાસરિયાઓ સાથે સુરત આવી ગઈ હતી. યુવતીના લગ્નના એક અઠવાડિયા પછી અચાનક જ સસરા સાથે રોડ અકસ્માત થયો હતો. તેને કારણે સસરાને ફેક્ચર થઈ ગયું હતું. સસરાને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે સમયે યુવતીની નણંદે તેના ભાઈને ‘તારી વહુ અપશુકનિયાળ છે, તેના પગ ઘરમાં પડતા જ બધા લોકો બીમાર પડવા લાગ્યા છે.

તેની સાથેથી સંબંધ તોડી નાખ’ એમ જણાવ્યું હતું. અને સાસરિયાઓ આ યુવતીને અપશુકનમાં માનતા હતા. તે માટે તેની સાથે ઝગડાઓ ચાલુ કરી દીધા હતા. યુવતીના સસરાએ તેના પિતા પાસેથી 17,00,000 રૂપિયા ખર્ચના માગ્યા હતા. યુવતીના પિતાએ આ પૈસા ચૂકવ્યા હતા. ત્યારબાદ સાસુ-સસરાએ પછી 5 લાખ રૂપિયા હોસ્પિટલના ખર્ચના માંગ્યા હતા.

કારણ કે તેની દીકરીના લીધે આ બધી ઘટના બની હતી. તે માટે યુવતીના પિતાએ પૈસા ચૂકવ્યા હતા. પરંતુ તેની દીકરીને સાસરિયાઓ ઝગડાઓ કરીને મારમારી રહ્યા હતા. આવી ખરાબ અત્યાચારને કારણે દીકરીને ખૂબ જ માનસિક અને શારીરિક ત્રાસ મળી રહ્યો હતો. અને એક દિવસ તો યુવતીને અપશુકનિયાળ ગણાવીને ભૂવા પાસે લઇ જવામાં આવી હતી.

અને તેની પર ખરાબ વિધિ કરીને યુવતીને ખૂબ જ હેરાન કરવામાં આવી હતી. યુવતીએ તેના પિયરના લોકોને આ ઘટનાની જાણ કરતા યુવતીના પિતાએ સુરતમાં રહેતા તેના સાસરિયાઓ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ ઘટનાની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here