સ્વામીશ્રીને પ્રસન્ન કરવા માટે નો સૌથી સરળ ઉપાય…

0
526

તા.૧૮/૪/૨૦૦૧ના રોજ સ્વામીશ્રી બહેરીનમાં વિરાજમાન હતા. આવતી કાલે અહીંથી વિદાય થવાનું હતું. અહીંના રોકાણ દરમ્યાન સેવામાં ઉપસ્થિત રહેનાર સ્વયંસેવકોની વિશિષ્ટ સભા આજે રાત્રે ભોજન બાદ રાખવામાં આવી હતી.

સ્વામીશ્રી સભામાં પધાર્યા. પહેલી હરોળમાં એક યુવક બેઠો હતો. તેને જોઈ સ્વામીશ્રી કહે, ‘પૂજા કરે છે ?” તે કહે, ‘ના.’ સ્વામીશ્રીએ બીજો પ્રશ્ન કર્યો, ‘કેટલા વાગે ઊઠે છે ?’ તે કહે, ‘બાર વાગે !’સ્વામીશ્રી કંઈ ન બોલ્યા. સભામાં સ્વયંસેવકોને આશીર્વાદ આપ્યા. અંતે બધા સ્વામીશ્રીને હાર પહેરાવી આશીર્વાદ લેવા આવે તેવું આયોજન હતું.

તે યુવક જ્યારે હાર પહેરાવવા આવ્યો ત્યારે સ્વામીશ્રી અચાનક પાછા ખસી ગયા અને કહે, ‘તારો હાર હું નહીં પહેરું !’ પેલો તો અવાકુ બની ગયો.પછી સ્વામીશ્રી કહે, ‘તારો હાર હું ત્યારે જ પહેરું જ્યારે હું જેમ કહ્યું તેમ તું કરે, શ્રીજીમહારાજની આજ્ઞા પાળે.’

તેણે કહ્યું, ‘હા બાપા !’ સ્વામીશ્રી કહે, ‘શું શું કરીશ ?” થોડી વાર પહેલા સ્વામીશ્રીએ પૂછેલા પ્રશ્નોના સંદર્ભમાં તે કહે, ‘વહેલો ઊઠીશ.” સ્વામીશ્રી કહે, ‘કેટલા વાગે ?’ તે કહે, ‘૬ વાગે અને પૂજા પણ રોજ કરીશ.’ તરત જ સ્વામીશ્રીએ તેના માથે હાથ મૂક્યા અને હાર પણ ગ્રહણ કર્યો

નિત્યપૂજા કરવાની માત્ર મૌખિક ખાતરી આપી અને સ્વામીશ્રી રાજી થઈ ગયા. સામાન્યતઃ ભગવાન ને સંત ભક્તનાં સુખે સુખી અને ભક્તનાં દુઃખે દુઃખી થાય છે. ભક્તોનાં જીવનના આનંદના પ્રસંગોએ સ્વામીશ્રી પણ આશીર્વાદ આપીને આનંદ વ્યક્ત કરે છે,

પરંતુ તા.૧૮/૧૧/૧૯૭૯ના દિવસે કાંઈક અલગ પ્રસંગ બન્યો. સ્વામીશ્રી મુંબઈ વિરાજમાન હતા. રાત્રે લંડનથી એક જૂના સત્સંગીનો ફોન હતો. તેઓના દીકરાને ત્યાં દીકરાનો જન્મ થયો હતો. સ્વામીશ્રીએ ફોન પર તેઓના દીકરા સાથે વાત શરૂ કરી.

સ્વામીશ્રીએ પૂછ્યું, ‘તું પૂજા કરે છે ?” તે કહે, ‘ના. તરત જ સ્વામીશ્રી કહે, ‘તો શું કર્યું અત્યાર સુધી ?’ એમ કહીને ઉદાસ થઈ ગયા. આપણે નિત્યપૂજા નિયમિત કરીએ તો જસ્વામીશ્રીને આનંદ થાય છે. સત્સંગી મિત્રો ! તો શું કર્યું અત્યાર સુધી ?” એવો અફસોસ સ્વામીશ્રીને ન કરવો પડે, તે માટે નિત્યપૂજા નિયમિત કરીને સ્વામીશ્રીને પ્રસન્ન કરવા છે,  તેવો આજથી જ દૃઢ નિર્ધાર કરીએ…

લેખન સંપાદન : Infogujarat Team

નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ. ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો અમારો કોઈ હેતુ નથી.. “જય હિન્દ…જય જય ગરવી ગુજરાત” જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here