યુવકને સ્ટેરીંગ પર કાબુ ન રહેતા કાર ડીવાઈન્ડર કુદીને, ટ્રક સાથે અથડાતા સર્જાયો જીવલેણ અકસ્માત..!!

0
131

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. રાજ્યમાં વાહન વધતા અકસ્માતની ઘટનાઓ પણ વધી છે. જેમાં અકસ્માતો સર્જાતા ઘણા બધા લોકોના મૃત્યુ થવા લાગ્યા છે. લોકો પોતાનું વાહન ઉતાવળમાં ચલાવીને બીજા લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે. પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે.

લોકો બેફામ ગાડી ચલાવીને બીજા સાથે અકસ્માતો સર્જી રહ્યા છે. આવા અકસ્માતો સર્જાતા આજકાલ લોકોને પોતાના ઘરથી બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. આવી જ એક અકસ્માતની ગંભીર ઘટના હાલમાં સામે આવી હતી. આ ઘટના રાજકોટ શહેરમાં બની હતી. રાજકોટ શહેરમાં અવારનવાર આવા અકસ્માતના બનાવવું બનતા આપણે જોઈ રહ્યા છીએ.

રાજકોટ શહેરના ગુણાતીતનગરમાં એક વ્યક્તિ રહેતો હતો. આ વ્યક્તિ આહિર પરિવારનો યુવાન હતો. રાજકોટ શહેરમાં ગુણાતીતનગરમાં આ યુવક પોતાના પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં માતા પિતા અને તેની બહેન સાથે રહેતો હતો. યુવાનનું નામ કરણ પ્રવીણભાઈ કારેથા હતું. તેમની ઉંમર 22 વર્ષની હતી.

કરણ પોતાના પરિવાર સાથે ખૂબ જ ખુશીથી રહેતો હતો. કરણની બે મહિના પહેલા જ આણંદ જિલ્લામાં રહેતી યુવતી સાથે સગાઈ કરવામાં આવી હતી અને કરણ બંને ભાઈ બહેનમાં મોટો હતો. કરણ કંપનીના કામ માટે કારખાને જતો હતો તે સારી એવી નોકરી પણ કરતો હતો. તેનું કારખાનું શાપ૨ વિસ્તારમાં આવેલું હતું.

તેને કારણે રોજની જેમ કરણ એક દિવસ પોતાના શાપરમાં આવેલા કારખાને પોતાની i20 કાર લઈને ગયો હતો અને સાંજના સમયે તે પોતાની કાર લઈને ઘરે પરત આવી રહ્યો હતો. તે સમયે તે રાજકોટથી દૂર પારડી નજીક પહોંચ્યો હતો. અને પારડી નજીકના હાઇવે ઉપર તેનું સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. તેની કાર બેકાબૂ બની ગઈ હતી.

જેને કારણે તે ડિવાઇનર સાથે અથડાયો હતો. કાર ખૂબ જ ઝડપી સ્પીડમાં હતી. તેથી સ્ટેરીંગ પરનો કાબુ ન રહેતા કાર ડિવાઇન્ડરને કૂદીને સામેના રોડ પર જતી રહી હતી. જેને કારણે સામેથી આવતા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. ધડાકાભેર અથડાતા જ ખૂબ ધમાકેદાર અવાજ આવ્યો હતો. તેને કારણે આસપાસના લોકો પણ ચોંકી ગયા હતા.

કારનો કુચો થઈ ગયો હતો. આગળનો ભાગ કારનો દબાઈ જવાને કારણે કરણ પણ કારમાં દબાઈને મૃત્યુ પામ્યો હતો. પરંતુ આસપાસના લોકો તરત જ આ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ફસાયેલા કરણને કારમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. કારમાંથી બહાર કાઢી તરત જ એમ્બ્યુલન્સને ફોન કરીને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

પરંતુ હોસ્પિટલમાં પહોંચતા પહેલા તેનું મૃત્યુ થઈ ગયું હતું અને આ ઘટનાની જાણ તેના પરિવારજનોને થતા પરિવાર ખૂબ જ આઘાતમાં આવી ગયું હતું અને હાઇવે પર અકસ્માત થયો હોવાથી પોલીસ પણ આ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાર અને ટ્રકને એક બાજુ પર કરીને હાઇવે પરના ટ્રાફિકને દૂર કરવામાં આવ્યું હતું.

પરિવારના એકના એક દીકરાનું મૃત્યુ થઈ જતા પરિવાર આઘાતમાં આવી ગયો હતો. તેની બહેન બેભાન થઈ ગઈ હતી. કારણ કે રક્ષાબંધનના થોડા દિવસો જ બાકી હતા અને એકના એક ભાઈનું મૃત્યુ થઈ જતા બહેન શોકમાં આવી ગઈ હતી અને આહીર પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. આમ એકાએક વ્યક્તિનું મૃત્યુ થઈ જતા કુટુંબીજનો પણ ખૂબ જ નિરાશ જોવા મળી રહ્યા હતા. આજકાલ આવા બનાવો બનતા લોકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here