પતિએ દારૂ પીઈને પત્નીનો કાન અને હાથની 2 આંગળીઓ કાપી નાખી.. આ અત્યાચાર પાછળનું કારણ જાણીને ગુસ્સો આવશે..!

0
118

આજે સમાજમાં મહિલાઓ પર મારા-મારીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.તેને કારણે મહિલાઓની જિંદગી નર્ક જેવી બનાવી દે છે. આ માટે સરકાર મહિલાની સુરક્ષા માટે અનેક પગલાં ભરી રહી છે. અને ઘરમાં ચાલતા પતિ-પત્નીના ઝગડાઓમા ઘણી મારામારી થતી જોવા મળે છે. આ ઝઘડાઓમાં ઘરના તમામ લોકો મળીને મહિલાને ત્રાસ આપતા હોય છે.

આવી એક ઘટના અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં નવા નરોડા શેરીમા રહેતી 28 વર્ષની યુવતી સાથે બની છે. આ યુવતી શાકભાજીનો વેપાર કરીને ઘરનું ગુજરાન ચલાવતી હતી. અને એ દરમ્યાન એક દિવસ યુવતીનો પતિ તેના કાકાને ત્યાં તેના છોકરાના લગ્નમાં કોટડા શહેરમાં ગયો હતો. અને ત્યાંથી દારૂ પીને ઘરે આવ્યો હતો.

દારૂ પીને ઘરે આવ્યા બાદ તેણે યુવતી સાથે બોલાચાલી કરી હતી. અને આ બોલાચાલીમાં યુવતીને તેના પતિએ કાન ખેચ્યો અને કાનની કડી સાથે કાન તોડી નાખ્યો હતો. પતિ ગુસ્સામાં આવીને અવારનવાર આવું કરતો હતો. અને યુવતીએ આ અંગે પોલીસને ફરિયાદ માટે ફોન કરવાનું કેહતી હતી. તો તેની સાસુ અને માસી સાસુએ ઢોર માર માર્યો હતો.

યુવતીના ઘરે તેનો પતિ કમાયને લાવતો નહોતો એ માટે યુવતી પોતાની જાત મહેનત કરીને શાકભાજી વેચીને ઘર ચલાવતી હતી. તો પણ તેનો પતિ તેના પર દારૂ પીને શંકાઓ કરતો હતો. અને રોજેને રોજે યુવતીને મારતો એનાથી યુવાએ કંટાળીને યુવતીએ ઘર છોડી દેવાનું વિચાર્યું હતું. આવા ઝગડાઓમાં ઘરના લોકો બધા મળી ગયા હતા.

આ ઝઘડાઓમાં તેના પતિએ યુવતીને ધારિયા વડે મારતા યુવતીને બે આંગળીઓ કપાઇ ગઇ હતી. યુવતીને આ પરિવારમાં ખૂબ જ ત્રાસ આપતા હતા. તે માટે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી પરંતુ તેના સાસરિયાવાળા એ તેમને ઢોર માર-માર્યા થી તેમની કમરના ભાગે પણ તેને ફેક્ચર થઈ ગયું હતું.

અને પછી પોલીસે આ યુવતીને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરી હતી. અને તેના સાસરિયાવાળા સામે પોલીસે કડક કાર્યવાહી કરી હતી. કાર્યવાહીમાં યુવતીએ તેના પતિ,સાસુ,માસી સાસુ બધા સામે ફરિયાદ નોંધાવી હતી. આ ઘરના સભ્યોને પોલીસે પૂછપરછ ચાલુ કરી હતી. અને પોલીસ આ અંગે નોંધ લીધી હતી.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here