ઝેરી દેશી દારૂ પીતા થયા 57 ના એકસાથે મોત, હજી 97 લોકો જીવન-મરણ વચ્ચે..પરિવાર પર આભ તૂટી પડ્યું…!!

0
151

રાજ્યમાં ઘણી બધી ગેરકાનૂની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. ગેરકાનૂની પ્રવૃત્તિ કરીને લોકોને ખરાબ રસ્તે દોરાઈ રહ્યા છે. આજકાલ રાજ્યમાં દારૂબંધી હોવા છતાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. દારૂનું વેચાણ થતા ઘણા બધા લોકો દારૂ પીને નશાના રવાડે ચડી ગયા છે. પોતાના પરિવારના સભ્યોનો વિચાર્યા વગર આવી નશાખોરીની પ્રવૃત્તિઓ કરી રહ્યા છે.

હાલમાં આવી જ એક ગંભીર ઘટના સામે આવી હતી. જેમાં ઝેરી દેશી દારૂ પીવાને કારણે એકસાથે 57 લોકોના મૃત્યુ થઈ ગયા હતા અને 57 લોકોના પરિવારમાં વેરવિખેર થઈ ગયું હતું. કોઈએ પોતાના પુત્ર ગુમાવ્યા હતા. કોઈએ પોતાના પિતા ગુમાવ્યા હતા અને હજુ પણ 97 થી વધુ લોકો સારવારમાં દાખલ છે. હજુ પણ ઘણા બધા લોકોની સારવાર ચાલી રહી છે.

આ ઘટના બોટાદ જિલ્લામાં બરવાળા તાલુકામાં આવેલા રોજીદ ગામમાં બની હતી. રોજીદ ગામમાં એકસાથે 12 વ્યક્તિના મૃત્યુ થઈ ગયા હતા અને રાણપુર તાલુકાના 8 લોકો નશો કરવા માટે દારૂના લથ્થે જતા હતા. તેના પણ એકસાથે મોત થઇ ગયા હતા. આ ઘટનામાં 57 જણાના મૃત્યુમાં 2 મહિલાઓ પણ સંકળાયેલી હતી.

આજકાલ મહિલાઓ પણ દારૂ જેવી નશાખોરીની પ્રવૃત્તિઓ કરીને પોતાના પરિવારને મુશ્કેલીમાં મૂકી રહી છે. પોતાના બાળકોનું વિચાર્યા વગર તે પોતાના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહી હોય છે. બરવાળામાં કેમિકલ ભેળવીને લોકોને દેશી દારૂ વેચવામાં આવતો હતો. તેમાંથી એક યુવક આ દારૂનો લઠ્ઠો ચલાવીને લોકોને દારૂ પહોંચાડી રહ્યો હતો.

તે મિથેલીન નામનું કેમિકલ દેશી દારૂમાં ભેળવીને લોકોને દારૂ આપી રહ્યો હતો. આ યુવકનું નામ પીન્ટુ ગોરહવા હતું. તેની સાથે બીજો એક યુવક જેનું નામ ગજુ વાડોદરિયા હતું. આ બંને ઘણા સમયથી આ દારૂના લઠ્ઠાનું કામ કરી રહ્યા હતા. તેઓ દારૂનો લઠ્ઠો ચલાવીને તેમાં કેમિકલ મેળવીને લોકોને દારૂ આપી રહ્યા હતા.

ઘણા વર્ષોથી ચાલી રહેલી આ નશાખોરીની પ્રવૃત્તિઓ સરકારના આશીર્વાદથી ચાલી રહી હતી અને તેઓ ઘણા બધા વિસ્તારોમાં આ દારૂને હોલસેલર તરીકે વેચતા હતા અને તેના માટે જ્યાં જ્યાં દારૂ પહોંચાડવામાં આવતો હતું. તેનું લીસ્ટ કરવામાં આવતું હતું અને દરેક જગ્યાએ આ દારૂને પહોંચાડવામાં આવતો હતો.

જેને કારણે અનેક લોકો આવો કેમિકલ યુક્ત દેશી દારૂ પી રહ્યા હતા. એક વ્યક્તિનું મૃત્યુ થતા પરિવારમાં વેરવિખેર થઈ જાય છે. તેમની પત્ની અને બાળકો નિરાધાર બની જાય છે અને ઘરે સંસાર પણ ભાંગી પડે છે. આવી એક કરુણ ઘટનાઓ બનતા સૌ કોઈના હૃદય ધ્રુજી રહ્યા છે. એક જ ગામના લોકોમાં એકસાથે 12 અને 10 જેટલી અર્થીઓ એક સાથે ઉપડતા 12 ગામમાં હાહાકાર મચી ગયો હતો.

ઘણા બધા વ્યક્તિઓ હજુ પણ ગામના સારવારમાં દાખલ છે. તેને કારણે પરિવારજનો પર આ ફાટી પડ્યુ હોય તેવી મુશ્કેલી આવી પડી છે. બાળકો પોતાના પિતાની છત્રછાયા ગુમાવી રહ્યા છે. માતાઓ પર પણ પોતાના બાળકોના ભરણપોષણ માટે એની જવાબદારી આવી પડી છે. આવી ઘણી બધી ઘટનાઓ બનતા એક સાથે 57 લોકોના કમકમાટી ભર્યા મોત થઈ ગયા છે. આ ઘટના બન્યા બાદ સૌ કોઈ જ્યાં દારૂના લઠ્ઠા ચાલી રહ્યા છે. ત્યાં દરોડા પાડવામાં આવી રહ્યા છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here